गुजरात

અમદાવાદ રથયાત્રા માટે જગન્નાથ મંદિર અને શહેર પોલીસથી સજ્જ

અમદાવાદ ગુજરાત

રિપોર્ટર પ્રવીણ ધવલ

અમદાવાદ :

ભગવાન જગન્નાથની 145 રથયાત્રા 1 જુલાઈએ યોજવા જઈ રહી છે ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓને લઈ પ્રેસ આયોજિત કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટી અને મહંત શ્રી દ્વારા માહિતી અપાઈ હતી.

145મી રથયાત્રાની લઈ જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓની માહિતી સાથે પ્રેસ આયોજિત કરવામાં આવી હતી. મામાના મૌસળથી વાજતે ગાજતે ભગવાનના વાઘા મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. 145 મી રથયાત્રા મહોત્સવ શહેરનાં સુપસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય ૧૪૫ર્મી રથયાત્રા 1 જુલાઈ ને શુકૂવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પેમ ભકિત, સદભાવના, ભાઇચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી
દિલીપદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે. શહેરના પોલિસ કમિશ્નરશ્રીએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે.

રથયાત્રાના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઇઓ રથ ખેચંતા રહેશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુસંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે. પરમ પુનિત, સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પારંભની વિધિ જેને ’પહિંદ” કહેવામાં આવે છે તે વિધિ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.

આ વર્ષે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રસાદની તૈયારીઓમાં વાત કરીએ તો સમગ્ર રથયાત્રા દરમ્યાન 30000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા ર લાખ ઉપેર્રા પસાદમાં અપાશે.

અમદાવાદ શહેર પોલીસ પણ આ રથયાત્રામાં વ્યવસ્થા, શાંતિ જાળવવા કમર કસી સજ્જ બની છે. ગુજરાત પોલીસ, SOG, ક્રાઇમ બ્રાન્ચ, LCB, RAF, જેવી તમામ એજન્સીઓ પોતાના આધુનિક હથિયાર અને ટેકનોલોજી સાથે આખી રથયાત્રા પર બાજ નજર રાખશે. અમદાવાદ પોલીસ દર વર્ષે રથયાત્રાની હેમખેમ પાર પાડવાનું બીડું ઝડપે છે ને ઉમદા કાર્ય અને સંચાલન દ્વારા તેને પાર અને પૂર્ણ પણ કરે છે તે માટે આ પોલીસ જવાનોને ખરેખર સલામ છે.

Related Articles

Back to top button