કોમ્બીંગ નાઇટ દ૨મ્યાન દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
. ભચાઉ. ગાંધીધામ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પુર્વ –કચ્છ , ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ તા.૧૬-૧૭ / ૦૬ / ૨૦૨૨ ના કોમ્બીંગ નાઈટ હોય પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી. બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ કોમ્બીંગ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે જુની મોટી ચીરઇ ગામની સીમમાં રેઇડ કરી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડી નીચે મુજબની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે .
આરોપીનું નામ
( ૧ ) લખમણ વેલા કોલી
( ૨ ) માવજી મમુ કોલી રહે બો – જુની મોટી ચીરઈ તા.ભચાઉ મુદામાલની વિગત – દેશી દારૂ બનાવવાનો ગ૨મ ઠંડો આથો લી -૧૩૦૦ કિ.રૂ. ૨૬૦૦ / તૈયાર દેશી દારૂ લીટ૨-૨૦ કી.રૂ -૪૦૦ / – ભઠ્ઠી ના સાધનો- કી.રૂ -૪૦૦ / હીરો હોન્ડા મોટ૨ સાઇકલ -૧ કી.રૂ ૧૦,૦૦૦ / કુલે રૂ– ૧૩,૪૦૦ /
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે