गुजरात

વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આ૨.મોથલીયા સાહેબ બોર્ડ૨ ૨ેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ – કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ વણશોધાયેલ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એ.બી.પટેલ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે.માં વણશોધાયેલ મો.સા ચોરીના ગુનાઓ શોધવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસોએ રિષી શિપીંગ રોડ ઉપર ગાંધીધામ ખાતેથી આરોપી તથા કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરને ચોરાયેલ બુલેટ સાથે પકડી ચો૨ીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ એ – ડિવી . પો.સ્ટે ની વણશોધાયેલ વાહન ચોરીનો ગુનો શોધી કાયદેસ૨ ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે .

આરોપીઓ

( ૧ ) મહેન્દ્ર માણેકચંદ રેગ૨ ઉવ .૨૦ રહે.ખોડીયા૨નગ૨ ગાંધીધામ

( ૨ ) કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર આરોપીઓનો એમ.ઓ : ઉપરોક્ત આરોપી હેન્ડલ લોક ન કરેલ મો.સા / એક્ટીવાને ડાયરેક કરી મો.સા ચાલુ કરી ચોરી કરી લઇ જવાની એમ.ઓ ધરાવે છે .

કબજે કરેલ મુદ્દામાલ

( ૧ ) રોયલ ઇનફીલ્ડ બુલેટ ૨ જી . નં.જીજે – ૧૨ – સીએ -૯૦૨૦ કિ.રૂ .૪૪,૦૦૦ /

શોધાયેલ ગુનો –

ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.૨.નં ૫૧૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ . ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓની સુચનાથી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે

Related Articles

Back to top button