गुजरात

પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે કુંડમાં ગરમ પાણીના ઝરા પુનઃ શરૂ

ઉનાળા દરમિયાન જળ સ્તર નીચા જવાથી ગરમ પાણીના ઝરા બંધ થઈ જતા હોય છે

વાંસદા

રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી

પવિત્ર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ઉનાઈ માતાજીના સાનિધ્યમાં આવેલા ગરમ પાણીના કુંડમાં ચોમાસા દરમિયાન ગરમ પાણીના ઝરા પુનઃ શરૂ થતાંની જાણ શ્રધ્ધાળુને થતા શ્રધ્ધાળુઓમાં ખીશીની લહેર વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈમાતાજીના સાનિધ્યમાં આવેલા ગરમ પાણીના કુંડમાં ઉનાળા દરમિયાન જળ સ્તર નીચા જવાના કારણે કુંડમાં પાણી સુકાઈ જતું હોય છે જેના કારણે ઉનાઈમાતાજીમાં આસ્થા રાખનાર અને દૂર દૂર થી માતાજીના દર્શનાર્થે આવનારા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી જતી હોય છે ઋષિપંચમીના તહેવારમાં મહારાષ્ટ્રથી અસંખ્ય શ્રધ્ધાળુઓ આ કુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે કુષ્ટ રોગીઓ આ કુંડમાં સ્નાન કરી પોતાને રોગ મુક્ત કરવા પણ આવતા હોય છે કોરોના જેવી મહામાંરીને કારણે લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થતા મંદિરો બંધ કરવાનો વારો આવ્યો હતો જેના કારણે ઉનાઈ મંદિર પણ બંધ કરતા અનેક ભક્તોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી જોકે હાલમાં કુંડમાં પાણીની આવક આવતા ભક્તોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે

Related Articles

Back to top button