गुजरात
અબડાસા તાલુકાના ભાચુંડા થી તેરા જવાના નો માર્ગ માંથી 2 કિમી નો કાચો માર્ગ કફોડી હાલત મા વરસાદ પડવાથી ખરાબ.
હાલ કચ્છમાં વરસાદ મન મુકી ને વરસી રહ્યો છે તેવામાં ગામડાં ઓમા કાચા માગૉ ની હાલત વરસાદ પડવાથી ખરાબ થઈ ગઈ છે લોકોને આવા જવામાં પણ તકલીફો વેઠવી પડી રહી છે
અબડાસા
રિપોર્ટર – રમેશ ભાનુશાલી
અબડાસા તાલુકાના ભાચુંડા થી તેરા જવાના 12 કિમી ના માગૉ માંથી 2 કિમી નો કાચો રસ્તો પડવાથી ખરાબ થઈ ગ્યા છે આ રોડ નું સમારકામ કરવાં છેલ્લા 25 વર્ષથી રજુઆત કરવામાં આવે છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ આ રોડ પર પાંચ કિમી ના અંતરે ગેટકો કંપની પણ આવેલી છે. દર વર્ષે વરસાદી ૠત્રુ માં આ રોડ ની હાલત દયનીય બની જાય છે જેનાં લીધે આજુબાજુ ના ગામજનોને આવવા જવામાં તકલીફ વેઠવી પડે છે આ રોડ તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી સરપંચ જીતુભાઇ સોઢા. ઉપસરપંચ હાજી અલી મંધરા એ રજુઆત કરી છે