ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા, અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કરજણના ઉમેદવાર માટે શિનોર ખાતે ઠેર ઠેર લઘુમતી વિસ્તારમાં જઇ પ્રચાર કર્યો
Anil makwana
કરજણ
રિપોર્ટર – એહમદ સિંધી.
કરજણ- શિનોર 147 વિધાનસભા ની પેટા ચૂંટણી ને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે કરજણ વિધાનસભા ના ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ ને જંગી બહુમતી સાથે જીતાડવા ના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા,અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા શિનોર ખાતે ઠેર ઠેર લઘુમતી વિસ્તારમાં જઇ પ્રચાર કર્યો હતો જેમાં આજરોજ શિનોર ખાતે પ્રચાર મા ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા ના પ્રમુખ શ્રી સલીમ ખાન પઠાણ , મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ સંયોજક જ્યારે બીજા ગુજરાત પ્રદેશના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સંયોજક શ્રી ઝહીરભાઈ ગનીભાઈ કુરેશી, વડોદરા જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ શ્રી હસનભાઈ મન્સૂરી, ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી લઘુમતી મોરચા મંત્રી જાવેદ મલેક, તથા વડોદરા જિલ્લા લઘુમતી મોરચાના પ્રભારી શ્રી અમીનભાઇ મેમણ એપીએમસીના ચેરમેન તથા વિરોધ પક્ષના નેતા શ્રી સચીન ભાઈ પટેલ અને બીજા કેટલાક લઘુમતી અગ્રણીઓ આજરોજ શિનોર ખાતે લઘુમતી વિસ્તારમાં પ્રચાર માં એકત્રિત થઇ પ્રચાર મા જોડાયા હતા…