અમદાવાદ: બાયસેક્સ્યુઅલ ડૉ. પતિ પત્ની પર આચરતો દુષ્કર્મ, અન્ય ઘણી મહિલા અને પુરુષો સાથે છે શારીરિક સંબંધ
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી આંખની હોસ્પિટલમાંથી ચોરી થતા ડોકટરે તેની જ પત્ની સામે થોડા દિવસ પહેલા ફરિયાદ નોંધાવી છે. બન્યું હતું એવું કે એક દિવસ પત્ની સાથે શંકાઓ રાખતી હોવાથી ડોકટર પતિને ઝગડો થતા તે ઘરેથી નીકળી ગયા અને બાદમાં બીજા દિવસે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં અંદર જઈને જોતા અમુક વસ્તુઓ ગાયબ હતી. જેથી બીજી ચાવી સામેની દુકાન માં રાખતા હોવાથી ત્યાં પૂછતાં તેમની જ પત્ની આવી અને હોસ્પિટલ ખોલી અંદર ગઈ હોવાનું જણાવતા ડોકટર પતિને પત્ની પર શંકા જતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પત્નીએ પણ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેનો પતિ પોલીસમાં ઓળખાણ હોવાનું કહી અનેક હોટલોમાં અને તેની જ હોસ્પિટલમા લઈ જઈ તેના મિત્ર સાથે આવી બળાત્કાર ગુજારતો અને તેનો મિત્ર તેના વિડીયો પણ બનાવતો હતો. તેને સંબંધ બાંધવા દબાણ કરતો હતો. હોસ્પિટલમાં પણ ઓપરેશન થિયેટરમાં લઇ જઇ પતિ રેપ કરતો હતો
સ્ટાફની અન્ય યુવતીઓ સાથે પત્નીની હાજરીમાં જ સંબંધ બાંધતો હતો. પતિ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી આ રીતે ત્રાસ આપતો માર મારતો અને બાળકને મારી નાખવા સહિતની ધમકીઓ આપતો હતો. ત્યારે આ બળાત્કાર કેસમાં જ્યારે મહિલા હોસ્પિટલમાં મેડિકલ માટે ગઈ ત્યારે તેના પતિએ બે લાખની ચોરી કરી હતી અને એક વ્યક્તિએ આ મહિલાને ઘર ખાલી કરવાની ધમકી પણ આપી હતી. પતિ પત્નીના ઝગડામાં એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ ફરિયાદ એકબીજા સામે થતા પોલીસ પણ ઘુચવાઈ ગઈ છે.
પૂર્વ વિસ્તારનાં એક પોલીસસ્ટેશનમાં થયેલી પહેલી ફરિયાદ મુજબ નવાં નરોડામાં રહેતા 32 વર્ષીય ડોકટર પત્ની અને પુત્ર સાથે રહે છે. તેઓ પૂર્વ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે. ગત રવિવારનાં દિવસે તેઓ બપોરે હોસ્પિટલ બંધ કરી ઘરે ગયા હતા. ત્યારે તેઓને પત્ની શંકા રાખતી હોવાથી તે મામલે ઝઘડો થયો હતો. ઝઘડો ન વધે એ માટે ડોકટર પતિ ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે પેશન્ટનાં કામથી સવારે હોસ્પિટલમાં ગયા હતા.
આ સમયે હોસ્પિટલ ખોલી ત્યારે સામે આવ્યું કે, અહીંથી અમુક વસ્તુઓ ગાયબ હતી. જોયું તો ડીવીઆર, સ્ક્રીન, મશીન અને ચેકબુક ગાયબ હતા. જેથી બીજી ચાવી સામેની દુકાનમાં રહેતી હોવાથી ત્યાં જઈને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ડોક્ટરની પત્ની આવી હતી. અને બીજી ચાવી લઈને તે અંદર ગઇ હતી. જેથી ડોકટર પતિને પત્ની પર જ શંકા જતા 3.20 લાખની વસ્તુઓ ચોરી થવા મામલે તેઓએ પત્ની સામે જ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજી ફરિયાદમાં આક્ષેપ એવા કરાયા કે આ જ યુવતીએ તેના પતિ, પતિનાં મિત્ર સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીનાં પહેલા એક લગ્ન થયા હતા અને બાદમાં બીજા લગ્ન આ ડોકટર સાથે થયા હતા. તેનો હાલનો પતિ તેના મિત્ર સાથે આ યુવતીને એક વર્ષમાં અલગ અલગ 10 હોટલોમાં લઈ જઈ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી બળાત્કાર ગુજારતો અને તેના અનેક પુરુષો સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જણાવતો હતો. પતિનો મિત્ર શારીરિક સંબંધના વિડીયો બનાવતા તે ડીલીટ કરવા કહેતા તેને ધમકી આપતો હતો. અને સાસરિયાઓ પણ દહેજ માટે ત્રાસ આપતા હતા.