ચોરી કે છળકપટથી મેળવેલ મો.સા.નંગ -૫ સાથે કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓ દ્વારા મિલ્કત સંબધી બનતા બનાવો શોધ કાઢવા અને મિલ્કત સંબધી બનાવો તેમજ વાહન ચોરીના બનાવો શોધી કાઢવા માટે સુચનો કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ ના નાઓ દ્રારા આ બાબતે જરૂરી માર્ગશન કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી કે.પી.સાગઠીયા નાઓ વાહન ચોરીના બનાવો જે જગ્યાએ વધારે બનવાની સંભાવાનાઓ જણાઈ આવતી તેવી જગ્યાઓ ઉ૫૨ ડીકોય ગોઠવવા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને વાહન ચેકીંગમાં હતા દરમ્યાન કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર બીલ કે આધાર પુરાવા વગર મોટર સાયકલ સાથે મળી આવતાં તે કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ અને તેની ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતાં તેના પાસેથી બીલ કે આધાર પુરાવા વગર નીચે મુજબના મોટર સાયકલો મળી આવતાં જે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઝ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
મળી આવેલ મોટર સાયકલો
( ૧ ) હોન્ડા સાઇન GJ – 12 – BA – 3716
( ૨ ) હિરો HF ડીલક્સ GJ 12 CJ 2001
( 3 ) હિરો સ્પલેન્ડર પ્લસ GJ – 12 CB 0755
( ૪ ) એકટીવા GJ – 05 – MQ 5210
( ૫ ) હોન્ડા સાઇન ચેસીસ નંબર જોતા ME4JC36JBET019862 આ કામગીરીમાં પોલીસ ઈન્સપેકટરશ્રી કે.પી.સાગઠીયા સાથે એ.એસ.આઈ.કિર્તીકુમાર ગેડીયા તથા પો.હેડ.કોન્સ . ગલાલભાઈ પારગી તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ . ધર્મેશભાઈ પટેલ તથા મહિપાર્થસિંહ ઝાલા તથા અજયભાઈ સવસેટા તથા હિરેનભાઈ મહેશ્વરી વિગેરે માણસો દ્વારા કરવામાં આવેલ છે .