અમદાવાદ: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને વધુ એક સંકટ નડ્યો, વિગત વાંચી બોલશો ‘હે રામ’
અમદાવાદ: શહેરના ખાડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાની ઓળખ કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે. જુદાજુદા લેટરપેડ અને પ્રેસનોટમાં ભોગ બનનારની ઓળખ આપી હોવાનો ગુનો બનતા મહિલાએ અનેક ઉચ્ચ અધિકારીઓને આ અંગે રજુઆત કરી હતી. આ બંને આરોપી બળાત્કાર ગુજારનાર આરોપી રજનીશના ઓળખીતા હોવાનું સામે આવ્યું છે. આરોપીની સ્ત્રી મિત્રએ જ ભોગ બનનારને બદનામ કરવા કૃત્ય કર્યું હોવાનું સામે આવતા હવે પોલીસે મહિલા સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ખાડીયામાં રહેતી 52 વર્ષીય મહિલા સામાજિક સેવાને લગતું કામ કરે છે. વર્ષ 2021માં આ મહિલાએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ એક શખ્સ સામે નોંધાવી હતી. બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં તેને વોટ્સએપ પર જાણવા મળ્યું કે, કોઈ સાપ્તાહિકમાં તેનું નામ બળાત્કારના ભોગ બનનાર તરીકે આવ્યું છે. જે નામ છાપવું ગુનો છે. મહિલાએ પોલીસ સમન્વય સાપ્તાહિકના રજનીશ પરમાર સામે ગુનો નોંધાવ્યો હતો અને તે બાબતે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.