गुजरात

National Vaccination Day 2022: સીએમ પટેલે ગુજરાતમાં શરૂ કરાવ્યું બાળકોનું રસીકરણ: દેશમાં ઉજવાશે નેશનલ વેક્સિનેશન ડે

ગાંધીનગર: આજથી રાજય સહિત દેશમાં 12થી 14 વર્ષના વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવાનો પ્રારંભ થઇ ગયો છે. જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરિજ પ્રાથમિક શાળા સવારે નવ વાગે રાજયવ્યાપી વેકિસનેશનનો પ્રારંભ કરાવ્યો છે. દેશભરમાં પણ બાળકોની રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મંગળવારે વેક્સિનના ‘મિક્સ-ડોઝ’ આપવા અંગે નવી ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી છે.

ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આદથી આ રસીકરણની શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ લીધી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23 લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત આપવામાં આવશે.

Related Articles

Back to top button