પૂર્વ કચ્છના બે નંબરી માફીયાઓને મોજ અને પોલીસનું મૌન, તંત્ર એક્શન કેમ નથી લઈ રહ્યા.?
Anil Makwana

ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
પૂર્વ કચ્છ મળતી માહિતી મુજબ બે નંબરી ધંધાર્થીઓ ને લીલા લહેર.પોલીસ ને બેનંબરના ધંધાઓ જાહેરમાં ચાલે છે જાણે છે છતાં પણ કોઈ જાતનું એક્શન કેમ નથી લઈ રહ્યા.? આમ જનતા તો જાણે જ છે એકશન કેમ નથી લેવામાં આવી રહ્યો.
સૂત્રોથી મળતી જાણકારી મુજબ પૂર્વ કચ્છમાં ગેરકાનૂની ધંધા ઓ નો રાફડો ફાટ્યો છે.આ ગેરકાયદેસર ધંધાઓમાં બેઝઓઇલ. બાયોડીઝલ. સીપીયુ તેલ. તેમજ ઘણા બધા આવા ગેરકાનૂની ધંધા ઓ પૂર્વ કચ્છમાં ચાલી રહ્યાં છે. જેમાં આદિપુર. અંજાર. ભચાઉ કંડલા અને ગાંધીધામ વિસ્તારમાં તો બાયો ડીઝલ ના ધંધા એ માજા મુકી છે આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ તથા માનવને નુકશાન પહોંચાડે તેવા હાનિકારક ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે.છતાં પોલીસ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે.શું કારણથી માનવજીવનને નુકશાની પહોંચાડનાર આવા ગેરકાનૂની ધંધો ઉપર કોઈ જાતની તવાઈ બોલાવવામાં આવી રહી નથી તે પણ જાણવાનો વિષય રહ્યો ..
ઘણી વખત પત્રકારો દ્વારા પોલીસને તથા અધિકારીઓને આ ચાલતા ગોરખધંધાઓ વિશે જાણ પણ કરવામાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જાતનાં પગલાં લેવામાં આવતાં નથી.સરકારી અધિકારીઓ પત્રકારોના ફોન પણ ઉપાડવાનું ટાળે છે.પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ દ્વારા આવા ગોરખધંધાર્થીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે…