PM Modi Gujarat Visit: ખેલ મહાકુંભમાં આ 23 ખેલાડીઓને મળ્યા આમંત્રણ, PM કરાવશે શુભારંભ
અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી -2022નું બ્યૂગલ ફૂંકવા માટે આવી રહ્યાં છે. ગુજરાત મિશન – 2022 અંતર્ગત તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજના દિવસ બાદ જો 12 માર્ચના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે.
આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી રવાના થશે.
ભાજપના ગુજરાત મિશન – 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખેલ મહાકુંભ માં કુલ 23 જેટલા શક્તિદુત ખેલાડીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.