गुजरात

સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

સુરતમાં મા કોરોનાવાયરસ ના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં હવે સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. સચિનમાં રહેતો એક યુવક પોતાની પત્નીને મળવા વતન જવા માંગતો હતો પરંતુ આર્થિક સ્થિતિના કારણે વતન જવાના પૈસા નહોતા. આ અંગે તેની માતાએ ના પડાત તેને લાગી આવ્યું અને આ યુવકે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ સુરતમાં કોરોનાકાળમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જોકે, સૌથી કરૂણ બાબત એ છે કે ચાર મહિના પહેલાં આ યુવકના ભાઈએ પણ ગળેફાંસો ખાઈ લીધો હતો આમ એક માતાએ ચાર મહિનામાં જ બે દીકરા ગુમાવ્યા છે.

બનાવની વિગતો એવી છે કે સુરતમાં સચિન વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પ્રેમિકા પત્ની મહારાષ્ટ્ર વતનમાં હતી અને પત્નીને મળવા વતન જવા માટે યુવકે પરિવારને જાણ કરી હતી. જોકે, વતનમાં જવાના રૂપિયા ન હોવાના કારણે માતા એ વતન જવાની ના પાડતા આ વાત યુવકની લાગી આવી હતી. આટલી જ વાતમાં આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.

સુરતના સચિન વિસ્તારમાં ચૂડા સેક્ટર 2 સોસાયટી ખાતે રહેતો કાશીરામ માંડવી વિસ્તારમાં કેક બનાવતી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. જોકે કંપનીમાં કામ કરતી એક યુવતી સાથે યુવકને પ્રેમ થઈ જતા થોડા સમય પહેલાં જ આ યુવક કે યુવતી સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન બાદ યુવતી થોડા દિવસ માટે પોતાના પીયર મહારાષ્ટ્ર ખાતે કરી હતી અને પોતાની પત્નીને મળવા માટે આ યુવાન મહારાષ્ટ્ર ખાતે જવા માગતો હતો જેને લઇને જેને માતાને મહારાષ્ટ્ર જવા માટે ની વાત કરી હતી.

Related Articles

Back to top button