गुजरात

કચ્છ જિલ્લા માં એટ્રોસિટી એક્ટ હેઠળ ના કેશો માં 90% કેશો માં આરોપીઓની પશ્ચિમ કચ્છ ના ડીવાયએસપી દ્વારા ધરપકડ ન કરી જાણીજોઈ ને તે આરોપીઓ ને નામદાર હાઇકોર્ટે માંથી ધરપકડ પર સ્ટે લેવા નો સમય આપવામાં આવી રહ્યો છે

ભુજ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કચ્છ જિલ્લા માં એટ્રોસિટી એક્ટ હેઠળ ના કેશો માં 90% કેશો માં આરોપીઓની પશ્ચિમ કચ્છ ના ડીવાયએસપી દ્વારા ધરપકડ ન કરી જાણીજોઈ ને તે આરોપીઓ ને નામદાર હાઇકોર્ટે માંથી ધરપકડ પર સ્ટે લેવા નો સમય આપવામાં આવી રહ્યો છે

 

કચ્છ જિલ્લા ના ભુજ તાલુકા ના નારાણપર ગામ ના માયાભાઈ મહેશ્વરી ને મરવા મજબૂર કરનાર આરોપીઓ ની આજે 18 દિવસો પછી પણ ધરપકડ કરવામાં આવી નથી.એવા અનેક કેશો માં ધરપકડ પર સ્ટે મળી શકે એના માટે સમય આપવામાં આવી રહ્યો છે. અને ખાસ કરી ST SC સેલ ના ડીવાયએસપી પંડ્યા જાતિવાદી વલણ આપનાવી અને ખુદ કચ્છ ના હોવા ના કારણે એટ્રોસિટી જેવી ગંભીર કેસો માં 90 %કેશો માં ધરપકડ કરવાનો ટાળી ને આરોપીઓ ને હાઈકોર્ટે માંથી સ્ટે આસાની થી મળી શકે એવા હેતુ થી છુટ્ટો દોર આપવામાં આવી રહ્યો છે.આખરે આરોપીઓ ને હાઈકોર્ટે માંથી સ્ટે મળી જતો હોય છે.

આથી આમારી માંગ છે કે SC ST વિભાગ ના ડીવાયએસપી અનુસૂચિત અથવા અનુસૂચિત જન જાતિ ના અધિકારી હોવા જોઈએ અને બીજું કે એ પોતાના વતન માં એમની પોસ્ટિંગ ના હોવી જોઈએ જેથી કરી ને અનુસૂચિત જાતિ.જન જાતિ ના લોકો ને તાંતક્લિક ન્યાય મળી શકે.

આ જાતિવાદી માનસિકતા ધરાવનાર SC ST ના ડીવાયએસપી ને તાતક્લિક આ વિભાગ માંથી બદલી કરી અન્ય વિભાગ ની જવાબદારી સોંપવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.

માયાભાઈ મહેશ્વરી ને મરવા મજબૂર કરનારાઓ આરોપીઓ ની તાતક્લિક ધરપકડ કરવામાં આવે એવી રજુઆત કરવા માયાભાઈ ના પત્ની તેમજ પૂર્વ સરપંચ આતુભાઈ સાથે આજે એસ.પી.શ્રી સૌરભશીંગ સાહેબ ને રૂબરૂ મળી રજુઆત કરી હતી.

આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ને સંબોધી ને નરેશ મહેશ્વરી કાર્યકારી પ્રમુખ અખિલ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

Related Articles

Back to top button