OMG! ‘તું પણ તારા પપ્પા જેવી પાગલ છે’, પત્નીને પિયરમાંથી તેડી જવા પતિએ માનસિક રોગ અંગે ડોક્ટરનું NOC સર્ટી માંગ્યું
અમદાવાદ: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને પતિ અને સાસુ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાને તેના પતિએ લાફો મારીને કહ્યું કે તું પણ તારા પપ્પા જેવી પાગલ છે, તું માનસિક રોગ અંગેનું ડોકટરનું એનઓસી સર્ટિફિકેટ લઈ આવ પછી જ તને પિયરમાંથી તેડી જઈશ. જો કે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જ પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
બાપુનગર વિસ્તાર માં રહેતી પરિણીતા એ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ સુધી તેના પતિ અને સાસુને તેને સારી રીતે રાખેલ હતી. જોકે તેના પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી પરિણીતા એ આ ટેવ છોડી ઘરમાં સારી રીતે રહેવા માટે કહ્યું હતું. પંરતુ તેના પતિ એ તેને કહ્યું કે હું તો આવી રીતે જ રહીશ તને ના ફાવતું હોય તો તું તારા પિયર જઈ શકે છે.
તેના પતિ અને સાસુ નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી ત્રાસ આપતા હતા. એટલું જ નહિ ઘરકામ મામલે પણ તારા માં બાપ એ કામ શીખવાડ્યું નથી તેમ કહીને મેણા ટોણા મારતા હતા. પરિણીતાની તબિયત સારીના હોવાથી તેના પતિએ તેને પિયરમાં જવા માટે અને તબિયત સારી થઈ જાય પછી તેડી જવા માટે કહ્યું હતું.