गुजरात

પત્રકાર એકતા પરિષદ કચ્છ જીલ્લા અધિવેશન ૮ તારીખે ભુજ વી બી સી ના હોલમાં યોજાયું હતું…

ભુજ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

જિલ્લા અધિવેશન લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને સાંસદ,ધારાસભ્યો,જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા પં. પ્રમુખ નગર પાલિકા પ્રમુખ ની હાજરીમાં યોજાયું..

સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ,કવિઓ,વરિષ્ઠ પત્રકારો ના સન્માન સાથે દરેક પત્રકાર ને કચ્છી મહેમાનગતિ ની ગિફ્ટ આયોજકો તરફથી..

  • ગુજરાતના પત્રકાર એકતા પરિષદ ના 18 અધિવેશન બાદ 19 મુ સૌથી સફળ અધિવેશન એટલે કચ્છનું અધિવેશન..

ગુજરાત ભરમાંથી સંગઠન ના,પ્રદેશના,ઝોન ના,ને અન્ય જિલ્લા ના 40 જેટલા હોદ્દેદારો ની હાજરી..

 

ગુજરાત ના તમામ જિલ્લા અને તમામ તાલુકા માં કારોબારી,મહિલા વિગ તેમજ લીગલ વિગ ધરાવતું 10000 પત્રકારો સાથે જોડાયેલું સંગાથ એટલે પત્રકાર એકતા સંગઠન.

 

તા.8/10/2023 ને રવિવાર.ના રોજ ભુજ ના વી.બી.સી હોલ માં કચ્છ જિલ્લા ના પત્રકારો નું અધિવેશન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુંમનસિહજી જાડેજા અબડાસા, શ્રી દેવજીભાઈ વરસદ અધ્યક્ષ શ્રી જિલ્લા ભાજપ,શ્રી પંકજભાઈ મહેતા,પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ,તેમજ શ્રીજનકસિહજી જાડેજા પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત, શ્રીમતી રશ્મીબેન્ન સોલંકી પ્રમુખ નગર પાલિકા,જીગરભાઈ છેડા પ્રમુખ કવિઓ તેમજ સેવા સંઘ, મહિદીપસિહજી જાડેજા કારોબારી ચેરમેન નગર પાલિકા,શ્રી રમેશભાઈ ઠક્કર પ્રમુખ શ્રી વાગડ રઘુવંશી લોહાણા પરિવાર,શ્રી રામ ભાઈ કોટવાળ સમર્થ એગ્રો નવી મુંબઈ,શ્રી સુરેશભાઈ સાંગા પૂર્વ સરપંચ અને વડા પ્રધાન દ્વારા સન્માનિત મોર્ડન વિલેજ નિર્માતા,શ્રી મનોજભાઈ સોલંકી ગૌ ખેતી અને પર્યાવરણ સંવર્ધન ના પ્રણેતા સહિત રાજકીય,સામાજિક આગેવાનો ની વિશાળ હાજરી માં કાર્યક્રમ યોજાયો હતો..

 

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી લાભુભાઈ કાત્રોડિયા, તેમજ પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીરવાનસિહજી સરવૈયા તેમજ મહિલા વિગ ના અધ્યક્ષ શ્રીમતી સમિમબેન પટેલ,શ્રી કિરણભાઈ મલેશિયા પ્રદેશ મહામંત્રી,શ્રી શૈલેષભાઈ પંડ્યા,મહામંત્રી શ્રી, શ્રી કમલેશભાઈ પટેલ મંત્રીશ્રી,શ્રી નિલેશભાઈ પાઠક પ્રદેશ મંત્રી,શ્રી જામ જ્યમલસિહજી જાડેજા પ્રદેશ મંત્રી,શ્રી પિનાકીન ભાઈ પરમાર,શ્રી શૈલેષભાઈ પરમાર,શ્રી વિપુલભાઈ દરજી પ્રદેશ સંગઠન મંત્રી, શ્રી અયુબભાઈ દસાડીયા, તેમજ ઝોન માંથી શ્રી રાજેશભાઈ પટેલ,ઝોન 12 પ્રભારી, શ્રી નીતિન ઘેલાણી સહ પ્રભારી ઝોન 8, શ્રી વિષ્ણુભાઈ યાદવ તેમજ જિલ્લા પ્રમુખો તેની ટીમ સાથે,શ્રી સતીશભાઈ કુંભાણી સુરત ,શ્રી અતુલભાઈ મુલાણી ભરૂચ, શ્રી યોગેશભાઈ ચૌહાણ દાહોદ,શ્રી પ્રકાશભાઈ નાડોદા પાટણ, તેમજ વડોદરા,ગોધરા,દાહોદ, સાબર કાંઠા, પંચ મહાલ, મહેસાણા, પાટણ,અરવલ્લી,અમરેલી દામનગર,જૂનાગઢ કેશોદ, ભાવનગર ,ભરૂચ,સુરત, મહીસાગર, સહિત જિલ્લા ઓ ના જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા..

 

કાર્યક્રમનો પ્રારંભ ઉપરોક્ત મહેમાનો ના વરદ હસ્તે કરવામાં આવેલ,તેમજ રાષ્ટ્ર ગીત નું ગાન કરી કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો, મહેમાનો નું સ્વાગત શ્રી જયમલ સિહ જાડેજા દ્વારા કરવામાં આવેલ અને કચ્છી ભાષા માં શાબ્દિક સ્વાગત કર્યું હતું,તમામ મહેમાનો નું કચ્છ સંગઠન દ્વારા પુષ્પ ગુચ્છ,ગાય ના છાણ માંથી બનેલા ગણપતિ,કચ્છી શાલ ઓઢાડી,સન્માન પત્ર અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું..

 

કાર્યક્રમ ના મહેમાનો દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ માર્ગદર્શન શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ,શ્રી દેવજીભાઈ વરસદ, શ્રી પ્રદ્યુમન સિહ જાડેજા,શ્રીમતી રશ્મીબેંન સોલંકી,જનક સિહ જાડેજા,શ્રી જીગરભાઈ છેડા,શ્રી સુરેશભાઈ સાંગા,વગરે મહેમાનો ના માર્ગદર્શન બાદ પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ અને કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા ગુજરાત માં પત્રકારો ની સ્થિતિ, પ્રમાણિક પત્રકારત્વ, પત્રકાર જગતનું કલક એટલે પ્રેસ કાર્ડ નો વેપલો,પત્રકારો ની જવાબદારી ને વિશ્વાસ દેશની પ્રજા નો એક માત્ર આશાવાદ છે,ભ્રષ્ટાચાર હોય,ગુન્હાખોરી હોય,કે હપ્તા ખોટી હોય,જેનો ભોગ પત્રકારો પણ બની રહ્યા છે,ત્યારે ખરા અર્થમાં પત્રકારો ની સમસ્યાઓ માટે લડતા સંગઠન

સાથે સૌને નાના મોટા ના ભેદ ભૂલી જોડાઈ જવા હાકલ કરી હતી,તેમજ સંગઠન દ્વારા ટેબલ ટોક થી ઘણા પ્રશ્નો ના ઉકેલ ની તૈયારી છે,ત્યારે સંગઠન ના નામે ચાલતી રાજનીતિ બંધ થવી જોઈએ..

 

ખૂબ ચાબખા માર્યા બાદ અધ્યક્ષ ના હસ્તે પત્રકારો ને ગિફ્ટ ની થેલી આપવામાં આવી હતી અને તમામ પત્રકારો ને કચ્છ પત્રકાર એકતા પરિષદ ની વ્યવસ્થા ટીમ દ્વારા કીટો આપવામાં આવી,અંતે કાર્યક્રમ ના સંચાલક શ્રી મનન ભાઈ ઠક્કર નું સન્માન કરી કાર્યક્રમ ની સફળતા નો શ્રેય શ્રેષ્ઠ સંચાલક ને આભારી,તેમજ કચ્છ આયોજન ટીમ માં પ્રમુખ,ઉપરમુખ,અને ટીમ જ્યમલ સિહ જાડેજા,ટીમ દીપેન્દ્રસિહ જાડેજા ઉતારા ની અને બેઠક વ્યવસ્થા સંભાળી હતી તે સર્વો નો સહયોગી સંસ્થાઓ નો, દાતાઓ નો,રાજકીય આગેવાનો,મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો,ને છેલ્લે “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરવા સુંદર ભોજન નો આનંદ બાદ વંદે માતરમ્ સંસ્થા,રામ કૃષ્ણ સંસ્થા નો પ્રવાસ સફળતા ને ચાર ચાંદ લગાવી ગયો…

Related Articles

Back to top button