ગાંધીનગર: ઉત્તરાખંડમાં (heavy rainfall in Uttarakhand) ભારે વરસાદના કારણે ચારધામની (Chardham yatra) યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ (Gujarat people stuck in Uttarakhand) ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ગુજરાતના અનેક યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્યનાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ અમે પરિસ્થિતિ તપાસી રહ્યા છે. ત્યાંના તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendr Patel) ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. *આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે. ‘સાંજ સુધી રસ્તા ખૂલવાની શક્યતા છે’ આ અંગે ગુજરાતના પ્રવાસન મંત્રી, પૂર્ણેશ મોદીએ ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે સરકાર તરફથી ત્યાંના તંત્ર સાથે વાત થઇ છે. એમણે છેલ્લા કહ્યું છે કે, છેલ્લા 48 કલાકથી ત્યાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ત્યાંના રસ્તા તૂટી ગયા છે. હાલ આ રસ્તાઓ પર કામ થઇ રહ્યુ છે. ગુજરાતના કેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા છે તે અંગેનો હાલ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. અમે ચોક્કસ આંકડો બપોર પછી જણાવી શકીશું. જો જરૂર પડશે તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પણ વાત કરીશું પરંતુ હાલ અમે પરિસ્થિતિ ચકાસી રહ્યા છે. ત્યાંના ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટે જણાવ્યુ છે કે, સાંજ સુધી રસ્તો ખુલી શકે છે.

નર્મદા: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા જવા ઇચ્છુક સહેલાણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સોમવારે એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર, 28થી 31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય વિઝિટર્સ માટે બંધ રહેશે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આ નિર્ણય સરદાર વલ્લભભાઇ પટેલની 147મી જન્મજયંતિ પર 31 ઓક્ટોબરે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો. આ જાણકારી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સત્તાવાર વેસાઇટ પર પણ અપલોડ કરવામાં આવી હતી. પરંતુ હવે લોકોને અપીલને ધ્યાનમાં રાખીને અંતે આ નિર્ણય બદલવામાં આવ્યો છે. જે બાદ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 28થી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું રાખવામાં આવશે.
આ પહેલા SOUADTGA એ જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની 146મી જયંતિ પર 31 ઓક્ટોબરે કેવડિયા આવશે અને SOUએ પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યાર બાદ તેઓ એકતા પરેડમાં ભાગ લેશે. આ દિવસે તેઓ જનતાને સંબોધિત કરશે તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે. જોકે હજુ સુધી કોઇ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.
કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ પીએમ મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ કર્યુ હતું. ત્યારથી તેઓ દર વર્ષે સરદાર પટેલની જયંતિ ઉજવવા માટે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે કેવડિયાની મુલાકાત અવશ્ય લે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ત્યાં અનેક પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે. જેના કારણે દેશ અને વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવડિયાની મુલાકાતે આવે છે.