गुजरात

આમોદ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી એ પોતાની બેન્ક ના ખાતેદાર સાથે ગેરવર્તન કર્યું

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

બેંકના ખાતેદારે આમોદ પત્રકાર સંગઠન પ્રમુખ જાવીવ મલેક નો સંપર્ક કરી ન્યાય મણે તે માટે બેન્ક ના કર્મચારી પાસે લઈ જઈ તેમની સાથે બનેલ ઘટનાં ની પૂછતાછ કરી હતી. બેન્ક માં આવતાં ખાતેદારો માટે સેનેટરાઇજ ની સુવિધાઓ પણ ન હતી 99 ટકા બેન્કનો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યો.

ગત 22-10-2020 ના રોજ આમોદ બેંક ઓફ ઇન્ડિયા ના ગ્રાહક પટેલ અયાઝ અબ્દુલભાઈ પોતાના બેંક ખાતાની સહી બદલવા માટે બેંકમાં ગયા હતા તો પહેલા તો તેમને આશરે 20 મિનિટ જેટલો સમય ઉભા રાખ્યા અને પછી અયાઝભાઈ ને બેંક ઓફ ઇન્ડિયા ના એક કર્મચારી એ કીધું કે તમારા બેંક ખાતા ની સહી નહિ બદલી શકાય જો તમે સહી ભૂલી ગયા હોય તો તમને બતાવી આપું, તો અયાઝ ભાઈ એ કહ્યું કે ના મને સહી યાદ છે પરંતુ સિકયુરિટીના કારણે મારે સહી બદલવી છે તો તમે મને મારા ખાતાની સહી બદલી આપો,

અયાઝભાઈ એ બેંકના કર્મચારી ને આટલું કહ્યું તો જાણે બેંકમાં ભુચાલ આવી ગયો તેમ લાગ્યું બેંકના કર્મચારી અનાપ સનાપ બોલવા લાગ્યા અને કહે છે કે સહી બદલી નહીં શકાય પછી ગ્રાહક અને કર્મચારી વચ્ચે બોલાચાલી થયા પછી કર્મચારી કહે છે કે સહી બદલવી હશે તો પૈસા લાગશે લ્યો કરો વાત આ તો કેવી બેંક કે પોતાના જ ખાતા ની સહી બદલવી હોઈ તો પૈસા લગે અને એ પણ એવા પૈસા કે જેનો બેંક પાસે કોઈ આધાર પુરાવો નથી એટલું જ નહીં પણ બેંકનો કર્મચારી કહે છે કે તમે બધા ગુજરાતી આવા જ છો તેવું કહી ગુજરાતની અસ્મિતા ને પણ ઠેસ પોહચાડી. અયાઝભાઈ બેંકમાં કાલાવાલા કરી થાકી ગયા પણ સહીતો ન જ બદલી આપી આખરે ન છૂટકે અયાઝભાઈ પોતે આમોદ તાલુકા પત્રકાર સંઘ ની ઓફિસ ઉપર આવી પત્રકારો ને સમગ્ર ઘટનાની જાણ કરી તો આમોદ તાલુકા પત્રકારો પણ અયાઝભાઈ ની વાત સાંભળી આશ્ચર્ય માં મુકાય ગયા અને અયાઝભાઈ સાથે પત્રકારો બેંકમાં ગયા.બેંકમાં જઈ પહેલા પત્રકારો એ બેંક ના મેનેજર સાથે વાત કરવાનું કહ્યું તો જાણવા મળ્યું કે બેંક મેનેજર તો રજા ઉપર છે પછી આમોદ ના પત્રકારો આમોદ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી સાથે વાત કરી તો બેંક કર્મચારી એ પત્રકારો સાથે પણ પોતાની મનમાની ચલાવી અને જેમ તેમ બોલ્યા એટલું જ નહીં પણ કવરેજ ન કરવા પણ દબાણ કર્યું અને કહ્યું કે તમે તમને કવરેજ કરવાનો કોઈ અધિકાર નથી ત્યારબાદ પત્રકારો અને બેંકના કર્મચારીઓ વચ્ચે પણ બોલાચાલી થઈ તો આખરે પરિણામ એ આવ્યું કે અયાઝભાઈ નું જે પણ કામ છે તે થઈ જશે.
તો શું હવે બેંકમાં કોઇના કામો ન થાય તો તેઓ એ આમોદ તાલુકા પત્રકારો નો સહારો લેવો પડશે??

Related Articles

Back to top button