गुजरात

ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ: સુરત કોર્ટમાં આજથી સુનાવણી શરૂ, 190 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આખા શહેરમાં આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ ફિટકાર છે. ત્યારે સુરત પોલીસે પણ આ કેસમાં ઝડપથી પીડિત પરિવારને ન્યાય મળે તે માટે માત્ર 7 દિવસમાં 2500 પન્નાની ચાર્જશીટ દાખલ કરી છે. ત્યારે કોર્ટમાં આજે કેસની સુનાવણી શરૂ થશે જેમાં 190 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ગત રોજ હત્યારા ફેનીલને કઠોર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો પણ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવાનો હોવાથી સુરત કોર્ટમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

લાજપોર જેલમાં બંધ છે હત્યારો ફેનિલ- સુરતના કામરેજમાં ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. હાલમાં ફેનિલ જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં બંધ છે. હત્યારા ફેનિલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

આ કેસની સંપૂર્ણ તપાસ SIT કરી રહી છે- સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં સરકારના આદેશ બાદ SITની રચના કરવામાં આવી છે. રેન્જ IG દ્વારા તપાસ માટે સ્પેશિયલ SITની રચના કરવામાં આવી છે. SITમાં કુલ 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP અને 2 DySP તપાસ કરી રહ્યાં છે. 1 SP, 1 ASP, 2 DySP, 5 PI અને એક PSI દ્વારા ગ્રીષ્મા મર્ડર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. અને આ માટે 2500 પાંનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કેસમાં FSLની મદદ પણ લેવામાં આવી હતી. મહત્વનું છે કે, એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માનું જાહેરમાં તેની માતા અને ભાઈની નજર સામે જ ગળુકાપી હત્યા કરી નાંખી હતી.

Related Articles

Back to top button