गुजरात
સુરતના માથાભારે ટપોરી સજ્જુ કોઠારી સામે આખરે લેન્ડ ગ્રેબિંગનો નોંધાયો ગુનો
સુરત: શહેરના નાનપુરાના ટપોરી અને માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસીનું બાંધકામ કરી લોખંડનો ગેટ બનાવી દીધો હતો. ટપોરી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર દબાણ કરવાને કારણે બારા હજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ રાખે છે અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો છે. માથાભારે સજ્જુ કોઠારીની પરમિશન વગર મહોલ્લામાં કોઈપણ અવર જવર કરી શકતા નથી. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. આથી કલેકટરે તપાસનો આદેશ આપ્યો હતો.