गुजरात

રસીકરણ બંધ: ગુજરાતમાં આજે અને આવતીકાલે Corona vaccination રહેશે બંધ

ગાંધીનગર: ગુજરાત સહિત આખા દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલે છે. ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી બે જ દિવસ રસીકરણ અભિયાન બંધ રાખવામાં આવશે. નોંધનીય છે કે, 8 અને 9 તારીખે- ગુરૂવારે અને શુક્રવારે રાજ્યમાં વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. સાતમી તારીખે પણ મમતા દિવસને કારણે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું.

ગુજરાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, આગામી બે દિવેસ 8-9 જુલાઈ રાજ્યમાં કોરોનાની રસી નહીં મળે. નોંધનીય છે કે, સાતમી તારીખે પણ રસીકરણ કાર્યક્રમ બંધ રહ્યો છે. એટલે એવું કહી શકાય કે, 7-8-9 જુલાઈ એમ ત્રણ દિવસ રાજ્યની પ્રજાને રસી નહીં મળે. જોકે રાજ્યમાં વેક્સિનેશન અભિયાન શામાટે બંધ રાખવામાં આવ્યું છે તે અંગે આરોગ્ય વિભાગે કોઇ કારણ જણાવ્યું નથી.

રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના નવા 65 કેસ નોંધાયા છે. જેની સામે 289 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 0 દર્દીના મોત થયા છે.

Related Articles

Back to top button