गुजरात

ભુજ ખાતે આવેલ જી. કે જનરલ હોસ્પિટલમાં લોકોને Remdesivir ના મળતાં લોકોએ કર્યા ધરણા

ભુજ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ભુજ ની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પીટલ હાલ કબ્રસ્તાન માં તબદીલ થઇ ગયી છે એવુ સ્પષ્ટ જણાઈ આવે છે આજે સવાર માં જ રેમડેસીવીર ની ખુબ મોટી કતાર લાગી હતી અને વિતરણકર્તા ગાયબ હતા. આટલી ગમ્ભીર પરિસ્થિતિ હોવા છતાં આ તંત્ર નું પેટ નું પાણી હલી નથી રહ્યું અને અધિકારીઓ મીટીંગ માં જ વ્યસ્ત રહે છે ત્યારે આ બાબત ની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ને જાણ થતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ગુજરાત અગ્રણી નરેશ મહેશ્વરી અને જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી પહોંચી ગયા હતા અને ત્યાં ઉગ્ર રજુઆત કરી હતી પણ કોઈ જવાબ ના મળતા ના છૂટકે મેઈન રોડ પર ચકાઝામ કરવા પડ્યા હતા. અને ત્યાર બાદ તંત્ર ની આંખ ઉઘડી અને મામલતદાર સાહેબ દોડી આવ્યા અને પછી વિતરણ ચાલુ કરવા માં આવ્યો હતો.

આ વિરોધ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, હુશેન થેબા, રમેશભાઈ ગરવા, જાકબ જત, સંજય મહેશ્વરી અને રફીક મારા, દતેશ ભાવસાર વગેરે રહયા હતા.

Related Articles

Back to top button