गुजरात
યુવતી પાંચ સવારી એક્ટિવા લઈને રસ્તા પર નીકળી, પોલીસ પણ જોઇને રહી ગઈ દંગ, જુઓ વીડિયો
વડોદરાઃ ટ્રાફિકના નિયમોની પરવાહ કર્યાં વગર એક પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલે હાથે વેઠતું “ટુ વ્હીલર”, આવા ટેગ સાથે વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક મહિલાનો બાળકો સાથેનો વિડિયો વાયરલ થયો છે.
આ વીડિયો પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં નિયમો વિરુદ્ધ મહિલા સહીત ટુ વ્હીલર પર પાંચ વ્યક્તિ સવારી કરી રહ્યા હોવાનું નજર દેખાઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસે લખ્યું હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા. ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું.