गुजरात

રાજકોટ: મંત્રી રૈયાણી અને મીરાણી બન્યા ‘સિંગર’, જન આશીર્વાદ યાત્રામાં રેલાવ્યા મિત્રતાના સૂર

રાજકોટ: તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારબાદ ભુપેન્દ્ર પટેલની ટીમના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને સોમવાર તેમજ મંગળવાર પોતાની ઓફિસમાં જ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે મંત્રી બન્યા બાદ તમામ લોકોને પોતાના વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા યોજવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રવિવારે રાજ્યના પ્રવાસન તેમજ વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને રાજકોટ વિધાનસભાના ધારાસભ્ય એવા અરવિંદ રૈયાણી ની જન આશીર્વાદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત સવારના 10 વાગ્યે ગ્રીનલેંડ ચોકડીથીથઈ હતી. ત્યારબાદ આ યાત્રા શિવપરા ચોક, ડી-માર્ટ મોલ, સદગુરુ આશ્રમ, નાગરિક બેંક ચોક, પટેલ વાડી, બાલક હનુમાન ચોક, પેડક રોડ, રાજમોતી મીલ, ચૂનારાવાડ ચોક, દેવપરા ચોક તેમજ હુડકો ચોકડી સુધી પહોંચી હતી અને અહીં સમાપન થયું હતું.

જન આશીર્વાદ યાત્રા સારી રીતે યોજાઈ શકે તેમજ મોટાભાગના કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો યાત્રામાં જોડાય તે માટેની જવાબદારી રાજકોટ શહેર ભાજપ તેમજ વિધાનસભા ક્ષેત્ર 68ના હોદ્દેદારો દ્વારા ઉપાડવામાં આવી હતી. જે તમામનું આયોજન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનો ઠેરઠેર લોકો દ્વારા પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા તેમજ ડીજેના તાલે પણ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ સમયે ખુદ મંત્રી અરવિંદ રૈયાણી પણ સિંગર બની ગયા હોય તે પ્રમાણે તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી માટે “તેરે જેસા યાર કહા…. કહા એસા યારાના” ગીત ગાયું હતું.

Related Articles

Back to top button