દાહોદ જિલ્લામાં કલેક્ટરશ્રીએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા જાહેરનામા દ્વારા આદેશો કર્યા
દાહોદ. ગુજરાત
રિપોર્ટર. ગોવિંદભાઈ પટેલ
દાહોદ, તા. ૧૯ : રાજ્ય સરકારે કોરોના નિયંત્રણ કરવા માટે લીધેલા નિર્ણયોને અનુસંધાને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કોરોના સંબધે કેટલાંક આદેશો જાહેર કર્યા છે. જે આગામી તા. ૨૫ ફેબ્રુઆરી (સવારના ૫ વાગ્યા) સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ, જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમતગમતની પ્રવૃતિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળો – ખુલ્લા સ્થળોમાં સ્થળ ક્ષમતાના મહત્તમ ૭૫ ટકા વ્યક્તિઓ, જયારે બંઘ સ્થળોએ સ્થળ ક્ષમતાના ૫૦ ટકા મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે નહી. અંતિમક્રિયા-દફનવિધીમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજુરી રહેશે.
પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે જયારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેન્સેજર કેપેસીટીમાં ચાલુ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ-ભરતી-સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડ લાઇન પાલનની શરતે યોજી શકાશે. ઉક્ત તમામ આર્થિક પ્રવૃતિ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત રહેશે.