गुजरात

મોરબીઃ વાંકાનેર પેપરમીલમાં ભીષણ આગ, આજુબાજુના ફાયર ફાયટર ઘટના સ્થળે

મોરબીઃ મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલી પેપરમીલમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. અહીં શુક્રવારે સાંજના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના સ્વરૂપ જોઈને આજુ બાજુના ફાયર ફાયટરોને (fire fighter) ઘટના સ્થળે બોલાવી લેવાયા હતા. મેજર કોલ જાહેર કરીને ફાયરે આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી દીધી હતી. આગમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક દિયાન પેપરમીલ આવેલી છે. જેમાં શુક્રવારે સાંજના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. પેપરમીલ હોવાના કારણે કાગળના ઢગલામાં લાગેલી આગ વિકરાળ બની ગઈ હતી. અને જોત જોતામાં મીલનો કેટલોક ભાગ આગની લપેટોમાં આવી ગયો હતો.

આગના પગલે મીલમાં કામકરતા કામદારોમાં અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. અને ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

Related Articles

Back to top button