પોકેટ કોપની મદદથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી / શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઈસમો શોધવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજારનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટરથી કે.પી. સાગઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ મો.સા. ચાલકને પકડી પાડી મજકુર ઈસમને સદર મો.સા. બાબતે આધાર પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહી હોવાનું જણાવતા સદર મો.સા. ના રજી.નંબર પોકેટ કોપ મોબાઈલ ફોન તથા જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નેત્રમ શાખામાં ( સી.સી.આર. કંટ્રોલ રૂમ ) સદર મો.સા.ના રજી.નંબર સર્ચ કરતા સદરહુ મો.સા.ના માલીક બાબુભાઈ પાતાભાઈ આયર રહે.નવી ભચાઉ કચ્છ મો.નં -૯૮૨૫૧ ૮૮૧૫૯ વાળાની માલીકીનું હોવાનુ જણાઈ આવેલ હોય જેથી તેઓનો સંપર્ક કરતા જણાવેલ કે તેમની મો.સા. ગઈકાલ રાત્રીના ભચાઉ બસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલાની હકિકત જણાવતા હોય જેથી મજકુર ઈસમને મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી
( ૧ ) ભરતસિંહ પથુભા ગોહિલ ઉ.વ .30 રહે.બાબરી તા.રાધનૌર જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલ
( ૧ ) હિરો હોન્ડા કંપનીનું પેશન પ્રો મો.સા. જેના રજી.નં- જીજે – ૧૨ – બીએ -૮૫૫ કિ.રૂ .૨૦૦૦૦ / ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઇ સોલંકી , ધર્મેશભાઈ પટેલ , મહીપાર્થસિંહ ઝાલા તથા હિરેનભાઈ મહેશ્વરી નાઓ દ્રારા કરવામાં આવેલ છે