પોકેટ કોપની મદદથી ગણતરીના સમયમાં મોબાઇલ સ્નેચીંગના ગુના કામેના આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબથી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી / શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઈસમો શોધવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજા૨ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.ર.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૧૦૫ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) ૧૧૪ મુજબનો ગુનો તા .૧૬ / ૦૨ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય , જે ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ ઈન્સપેક્ટરથી કે.પી.સાગઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી પોકેટ કોપ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે નિચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ
( ૧ ) મેહુલ સામતભાઈ ડુંગરાણી ( ડોલી ) ઉ.વ .૨૧ રહે.લોટ નં -૨૫૫ વોર્ડ નં -૫ / એ આદીપુર મુળ રહે.લોદ્રાણી તા.રાપર કચ્છ
( ૨ ) હાર્દિક જગદીશભાઈ સથવારા ઉ.વ .૨૧ ૨હે.મ.નં -૪૦૩ સથવારા કોલોની સેક્ટર -૦૫ ગાંધીધામ
( ૩ ) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
કબ્જે કરેલ મુદ્દામાલ
( ૧ ) સ્નેચીંગમાં ગયેલ રીયાલમી કંપનીનો મોબાઈલ ફોન નંગ -૧ કિ.રૂ .૧૫૦૦૦ /
( ૨ ) હોન્ડા કંપનીનું સાઇન મો.સા. જેના રજી.નં જીજે – ૧૨ – ઇએચ -૮૦૮૪ કિ.રૂ .૪૫,૦૦૦ / એમ કુલ કિ.રૂ .૬૦,૦૦૦ / ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.ડી.બારીયા સા. સાથે એ.એસ.આઈ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઈ સોલંકી , ધર્મેશભાઈ પટેલ , મહીપાર્થસિંહ ઝાલા , હિરેનભાઈ મહેશ્વરી તથા ગણેશભાઇ ચૌધરી નાઓ દ્રારા કરવામાં આવેલ છે .