રાજકોટમાં મહિલા પોલીસ પણ ‘અસલામત’: સાથી કોન્સ્ટેબલે કરી ગંદી હરકત, બેભાન થઇ ગઇ મહિલા પોલીસ
રાજકોટમાં ગુનાખોરીનાં નવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ તંત્રમાં જ સાથી કર્મી દ્વારા હેરાનગતી થયાની વિગતો બહાર આવી છે. રાજકોટ શહેરમાં પોલીસ તંત્રમાં જ એક હેરાનગતીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા કોન્સ્ટેબલને તેની સાથે ફરજ બજાવતો કોન્સ્ટેબલ જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. આરોપીનું નામ રાશિદ બસીર શેખ છે. જે પોતે કોન્સ્ટેબલ છે. અને તે પિડિત ટ્રાફિક કોન્સ્ટેબલ મહિલાને ધમકીઓ આપતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
રાશિદનાં ક્વાટરમાંથી બેભાન મળી મહિલા કોન્સ્ટેબલ
એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં કોન્સ્ટેબલ રાશિદ સંડોવાયો હોવાની પણ વાત હતી. તો આ પહેલાં તેણે અન્ય એક મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો અને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો તેવી પણ પોલીસ લાઇનમાં ચર્ચાઓ હતી.