રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ : જાણો કેમ વાગી રહ્યા છે શાળાને તાળા
અમદાવાદ: રાજ્યમાં એક તરફ ખાનગી શાળાઓ વધારો થઈ રહ્યો છે પરંતુ બીજીતરફ સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ અસ્ત થવા તરફ જઈ રહ્યોં હોય તેવી વિગતો સામે આવી છે. જે શિક્ષણ જગત માટે ચોક્કસથી ચોંકાવનારી બાબત કહી શકાય. કારણ કે સરકારી શાળાઓને સરકાર તરફ મળતી ગ્રાન્ટની સરખામણીમાં શાળાઓમાં તોતિંગ ખર્ચ વધી રહ્યાં છે પરિણામે ગ્રાન્ટેડ શાળાઓમાં આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક એજ કારણ છે કે, શાળા બંધ કરવાની નોબત સામે આવી રહી છે.
હાલમાં જ અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની એચ.બી. કાપડિયા સ્કૂલ બંધ થવાનો મામલો સામે આવ્યો હતો. જોકે વિવાદ થતા સ્કૂલના સંચાલકોએ નિર્ણય બદલીને સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ તેમનું કોઈ અંગત કારણ હોઈ શકે. પણ માત્ર આ જ સ્કૂલ નહિ ચોંકાવનારી બાબત એ છે કેઆવી કેટલીય શાળાઓ બંધ થઈ ચૂકી છે. જેની ઊંડાણ પર્વક તપાસ કરીએ તો એનેક કારણો સામે આવી રહ્યો છે. વર્ષ 2005થી અત્યાર સુધીની વાત કરીએ તો 1500 જેટલી શાળાઓને તાળા વાગી ચુક્યા છે. હવે માત્ર 3 હજાર જેટલી શાળાઓ બચી છે. એક સમય હતો કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ મધ્યાહનએ તપતો હતો પણ હવે ધીરેધીરે આ સૂરજ અસ્ત થઈ રહ્યો છે.