1998ના વાવઝોડા કરતા પણ વધુ તીવ્ર હતું Tauktae, સૌથી વધુ લેન્ડફોલના સમયનો બનાવ્યો રેકોર્ડ

ગુજરાતના દરિયા કિનારે વાવઝોડુ આવે એટલે 1998માં આવેલા વિનાશક વાવઝોડાની યાદ આવે. 1998માં અતિભયાનક વાવઝોડું કંડલામા આવ્યું હતું. કંડલામાં આવેલા વાવઝોડાના કારણે મોટી તારાજી સર્જાઇ હતી. લોકો લાપતા થયા હતા. હજારો લોકો બે ઘર બન્યા હતા. ઘર વેરવિખર, ગાડીઓના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. જહાજો ડૂબી ગયા હતા,કંડલા બંદરને ભારે નુકસાન પહોચ્યું હતું. એ વાવઝોડું જેણે પણ જોયું છે તે, આજે પણ ભૂલી શકતા નથી.
1998ના વાવઝોડા કરતા પણ 2021નું 17 મેના આવેલું ટાઉતે વાવઝોડું વધુ ખતરનાક અને મજબૂત હતું. તેમ છતાં પણ 1998ના વાવઝોડાની સરખામણીએ ટાઉતે વાવાઝોડાને કારણે ઓછું નુકસાન થયું છે. 1998માં ટેકનોલોજીનો અભાવ હતો. સંદેશા વ્યવહાર માટે કોઈ મોટી સુવિધા ન હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ અતિ આધુનિક સિસ્ટમથી સજ્જ થતા ગયા.આધુનિક ટેકલોજીના કારણે હવામાન વિભાગ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી. રડાર, સેટેલાઇટ સહિતની સિસ્ટમના કારણે વાવઝોડાની સિસ્ટમને ટ્રેક કરી શક્યા.