गुजरात

સુરત : AAPના નગર સેવકોએ ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કર્યુ, SMCએ પાટિયા ઉતારી લીધા

સુરત : હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પાર્ટી ના 27 જેટલા નગર સેવકો ચૂંટાઈને આવ્યા બાદ ઉત્સાહમાં આવીને પોતાની રીતે કામ કરવા લાગ્યા છે. ત્યારે ગતરોજ આપના નગર સેવકો દ્વારા પાટીદાર વિસ્તારમાં આવેલ યોગી ગાર્ડનને વગર ઠરાવે નામ બદલીને પાટીદાર ગાર્ડન નામ આપી દીધું હતું. જોકે આ ઘટના મનપાન ધ્યાને આવતા ફરી આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન કરી નાખ્યું હતું. શહેરના વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરોને બોલાવ્યા હતા પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું.

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. લોકોની કોઈ પણ પ્રકારની મનમાની ન ચાલી શકે. જોકે, વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોએ જીત મેળવી છે ત્યારબાદ લોકોના કામ કરવા માટે આ 27 ઉમેદવાર સતત ઉત્સાહ આવી ગયા છે.

Related Articles

Back to top button