गुजरात

અમદાવાદ : માત્ર 800 રૂપિયાનો ખર્ચ ખેડૂતને સિંચાઈ માટે ખેતરે ધક્કા ખાવામાંથી અપાવશે મુક્તિ, જાણો કેવી રીતે

અમદાવાદ : ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો પોતાના પાકના જતન માટે ખૂબ મહેનત કરે છે. જોકે ખેડૂતોને ખેતીકામમાં સિંચાઈ માટે રાત્રીના સમયે વીજળી મળે છે. ઘણીવાર મોડી રાત્રે વીજળી આવતા ખેડૂતે રાત્રે ખેતર પર પાકને પિયત માટે જવું પડે છે. જેમાં ઘણીવાર જંગલી જાનવર, વિંઝી અને સાપ કરડવાનો ભય રહે છે. જોકે રાજકોટની આર કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઇનોવેશન ખેડૂતોને પડતી આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવશે. આ માટે ખેડૂત માત્ર 800થી 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે જાણો કેવું છે વિદ્યાર્થીઓનું ઇનોવેશન.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં હેકેથોનમાં રાજકોટની આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાનો પ્રોજેક્ટ ડિસ્પ્લેમાં મુક્યો છે. જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. રાજ્યના લાખો ખેડૂતો માટે આ ઇનોવેશન મહત્વનું છે. વિદ્યાર્થીઓએ ફાર્મ પંપ ઓટોમેશન કીટ તૈયાર કરી છે. જેનાથી ઘરે બેસીને ખેડૂતો મોબાઈલ વડે સિંચાઈ માટે મોટર ચાલુ બંધ કરી શકશે. વારંવાર વીજળી જવાથી ખેડૂતોને ખેતરમાં અવરજવર વધી જતાં પરેશાન થતા હોય છે તેનાથી પણ રાહત મળશે.

Related Articles

Back to top button