સુરતના દાનવીર! કિશનની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી
સુરતઃ એક વિચાર રૂપી બીજ જ્યારે વટવૃક્ષ બને ત્યારે ગુજરાતના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની કરાયેલ હત્યાએ છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ નહીં સંતો પણ આ મામલે દુ:ખ વ્યક્ત કરી દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જ્યારે આ ઘટના માં રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા.
પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. એ વેળા સંઘવીની સાથે રહેલા સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઇ ભરવાડ પણ ભાવુક થઇ ગયા હતાં.ત્યાં તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો આ દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે તેમણે આ બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવાર ને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની દરિયાદિલી દાખલારૂપ બની છે.સાથે સુરતની પરંપરાને આગળ લઈ જવામાં મોટો ફાળો આજે આપ્યો છે.