गुजरात

Ahmedabad Vadodara Highway પર થયો ટ્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો

અમદાવાદ: વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રાત્રે 9 વાગ્યાની આસપાસ ગમખ્વાર ત્રિપલ અકસ્માત (triple accident) સર્જાયો હતો. જેમાં એક ટ્રક ડ્રાયવરનું આગથી મોત થયું છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે બાદ ફાયર અને પોલીસની ટીમે અહીં આવીને વધુ કાર્યવાહી હાથધરી હતી.

ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો

રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રક રોડની બાજુમાં ઉભેલા આઇસરની પાછળ અથડાયો હતો. આ જોરદાર ટક્કરને કારણે ટ્રકની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેથી આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રકનો (GJ-12-AT-9104) ડ્રાયવર નરેશ મહંતો જીવતો ભૂંજાય ગયો હતો. જે બાદ આ અકસ્માત પાછળથી આવી રહેલા અશોક લેલનના ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી તેની ટ્રક રોડની સામેની તરફ જઇ પટકાઇ હતી. જેના કારણે રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા અમદાવાદથી વડોદરા તરફ જઇ રહેલા વાહનોની લાંબી કતારો લાગી હતી.

Related Articles

Back to top button