गुजरात

આજથી અમદાવાદથી મેમુ શરૂ પણ ભાડું સાંભળીને આવી જશે ચક્કર, ડબલથી પણ વધારે ભાડું આપવું પડશે

અમદાવાદઃ કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ટ્રેનો ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આ દરમિયાન આજથી અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ થઈ છે. પરંતુ આ માટે રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે.

અગાઉ જે ભાડું 25 રૂપિયા હતું તેની સામે રિઝર્વેશનના 15 રૂપિયા અને ઓનલાઈન બુકિંગના 17 રૂપિયા મળી કુલ 58 રૂપિયા ચુકવવા પડશે. ડિજિટલાઝેશનને પ્રોત્સાહન અને મુસાફરોની સુવિધાના નામે ઓનલાઈન બુકિંગ અને એપ દ્વારા કન્વેન્શનલ ચાર્જ તરીકે ટિકિટ દીઠ રૂ.17 વધુ વસૂલવામાં આવે છે, જ્યારે એસટીમાં આનાથી વિપરીત ઓનલાઇન બુકિંગ કરાવનારને મૂળ ટિકિટના ભાડામાં પણ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

કોરોનાકાળ દરમિયાન રેલવેમાં 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ અને આઇઆરસીટીસીનો રૂ.17 કન્વેન્શનલ ચાર્જ વડોદરા- અમદાવાદ અને વડોદરા-ભરૂચના બેઝિક ભાડા કરતાં પણ વધારે થાય છે.

Related Articles

Back to top button