શું છે 5 રિવર લિંક્સ પ્લાન, લાભ થશે કે ગેરલાભ: જાણો શું કહી રહ્યા છે અમદાવાદના Environment Expert
અમદાવાદ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2022ના ભાષણ દરમિયાન 5 રિવર લિંક્સના ડ્રાફ્ટ DPR ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે. શુ છે આ 5 રિવર લિંક્સ પ્રોજેકટ તે જાણવું જરૂરી છે. સાથે જ 5 રિવર લિંક્સ પ્રોજેકટ ફાયદાકારક નીવડશે કે કેમ તેને લઈને પર્યાવરણવિદ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યાં છે. જળાશયો અને નહેરોના નેટવર્ક દ્વારા નદીઓને જોડીને દેશમાં જળ સંસાધનોનું અસરકારક રીતે સંચાલન કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને તેને આગળ ધપાવવામાં આવ્યો હતો. આમ કરવાથી સતત પૂર અને પાણીની અછત બંનેની સમસ્યાઓમાં ઘટાડો થાય છે.
આ માટે દમણ ગંગા-પિંજલ, પાર તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી પર કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના મતે એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ સધાઈ જાય, ત્યારે કેન્દ્ર તેમના અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે. આ પ્રોજેક્ટથી દેશના લાખો ખેડૂતોને ફાયદો થશે.