गुजरात

ગેરકાયદેસર રીતે હેરા ફેરી થતો બાયો ડીઝલનો જથ્થો પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે . પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ અંજારનાઓ તરફથી બાયો ડીઝલના ગેરકાયદેસર વેચાણ તથા હેરા – ફેરી રોકવા અંગે આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે રાજકોટની પાર્ટીએ બાયો ડીઝલ માલ ઇમ્પોર્ટ કરેલ તથા અમદાવાદની કંપનીએ બાયો ડીઝલ ઇમ્પોર્ટ કરી જે મહારાષ્ટ્રના નાગપુર તથા રાયગઢ વેચવાનુ હતુ જે બાયો ડીઝલ મીરાજ સિનેમા પાસે આવેલ શામજી વજાભાઇ અવાડીયાની માલીકીના વાડામાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનો જથ્થો અલગ – અલગ ટેન્કરોમાં સંગ્રહ કરી હેરા – ફેરા કરવાની પેરવી કરી રહેલ છે જે હકિકત આધારે ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.પટેલ સાહેબ નાઓને સાથે રાખી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નિચે મુજબના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . •

પકડાયેલ આરોપી .

( ૧ ) શામજી વજા ભાઇ અવાડીયા ઉ.વ .૨૯ રહે.માથક તા.અંજાર ( ૨ ) દિનેશ વીરારામ મીર ઉ.વ .૩૦ રહે.ગામ – ભુતેલ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન ( 3 ) મોટારામ બાબુરામ જાટ ( ચૌધરી ) ઉ.વ .૨૭ રહે.ગામ – બાવડીકલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન કજે કરેલ મુદામાલ * ( ૧ ) ટૅન્કર નં – જીજે – ૧૨ – એઝેડ -૮૪૧૦ કિ.રૂ .૧૫૦૦૦૦૦ I- વાળીમાં બાયો ડીઝલ લીટર -૩૦૦૦૦ કિ.રૂ .૧,૬૦,૦૦૦ / ( ૨ ) ટેન્કર નં – જીજે – ૧૨ – બીવી -૬૧૨૧ કિ.રૂ .૧૫૦૦૦૦૦ / – વાળીમાં બાયો ડીઝલ લીટર -૩૬.૦૦૦ કિ.રૂ .૧૯૮૦૦૦૦ / ( ૩ ) સ્ટોરેજ માટેનું ખાલી ટૅન્કર કિ.રૂ .૫૦૦૦૦ / ( ૪ ) ઇલેક્ટ્રીક મોટર તથા પ્લાસ્ટીકની પાઇપ કિ.રૂ .૧૨૦૦ / – એમ કુલ્લે કિ.રૂ .૬૬,૮૧,૨૦૦ / ઉપરોકત કામગીરી ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર. પટેલ સા . તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાથે એ.એસ.આઇ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્ટેબલ સામતભાઇ પટેલ તથા પોલીસ કોન્સ્ટબલ મહીપાર્થસિંહ ઝાલા , ગૌતમભાઇ સોલંકી ધર્મેશભાઇ પટેલ તથા અજયભાઇ સવસેટા નાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related Articles

Back to top button