गुजरात

વડોદરા જિલ્લાના શિનોર ખાતે સરકારની ગાઈડ લાઇન મુજબ હજરત ખ્વાજા મકબૂલસફી ઉલ્લાહ શાહ ચિસ્તી નો ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી.

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

વડોદરા જિલ્લાના શિનોર ખાતે હજરત ખ્વાજા મકબૂલસાફી ના ઊર્સ ની ઉજવણી કરી. જેમાં હજારો ની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ જાયરીન જયરાત, અને તેમના દર્સન કરવા માટે આવતાં હતાં. પરંતુ દરગાહ ના ખલીફા ઓ એ કોરોના જેવી મહામારી ને લઈને ગુજરાત અને બીજા રાજ્યમાં થી આવતા તમામ શ્રદ્ધાળુઓ ને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી ઘરે રહી જ દુવા અને પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

આખા ગુજરાતમાં ફક્ત અને ફક્ત સોના ની કલસ વાણું રાજસ્થાનમાં ખ્વાજા ગરીબ નવાજ પછી નું આ એક જ મજાર શરીફ ગુજરાત ખાતે વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલું છે.દરગાહ ના ખલિફા ઓ એ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો દૂર દૂર થી આવતાં હોય છે જેમાં ગુજરાત, રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી પણ લોકો હઝરત ખ્વાજા મકબૂલ સફી ના દીદાર અને દર્શન કરવાં લોકો આવતાં હોય છે, દર વર્ષે 3 દિવસ સુધી અહિયાં મોટા મોટા જલસા, અને કવ્વાલી જેવા કાર્યક્રમો યોજાય છે, પરંતુ કોરોના જેવી ગંભીર બીમારી ને લઈને તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે, હઝરત ખ્વાજા મકબૂલ સફીની દરગાહમ પર કોરોના ની બીમારી ને લઈને હજરત સમસાદ અલી નાઇમુદ્દીન ખલીફા એ દુવા કરી હતી, કે હિંદુસ્તાન,અને દેશ, વિદેશમાં કોરોના જેવી મહામારી થી નિજાત મળી જાય ,અને ભારત મા ફરીથી લોકો તમામ તહેવારો અને કામો કરી શકે, વધુમાં તેમણે ભારત દેશમા કોમી એકતા નું પ્રતીક જણવાય રહે અને ભારતીય દેશ સોનાની ચીડિયા બની જાય અને ભારત દેશનું નામ દેશ વિદેશમાં ખૂણે ખૂણે થાય તેવી દુવાઓ કરવામાં આવી હતી. મણતી માહિતી મુજબ ખ્વાજા મકબૂલ સાફી ના આસતાના ઉપર મોટા ભાગના લોકો ની મનો કામના અને દિલ થી માંગેલી દુવાઓ કબૂલ થાય છે. ત્યાંના ખલીફા ઓ એ એક મેસેજ આપ્યો છે કે આ સમાચાર પ્રકાશિત થશે તો કેટલાક જાયરીન લોકો ને હજરત ખ્વાજા મકબૂલ સફી ચિસ્તી ના દીદાર અને દર્સન કરી શકે છે.

 

Related Articles

Back to top button