પ્રેમ સબંધમાં પ્રેમિકાના પિતાએ ધાકધમકી આપતા સગીરે કરી આત્મહત્યા
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારેક એક તરફી પ્રેમમાં કે પછી પ્રેમને પામવા માટે લોકો એટલી હદ સુધી પહોંચી જતા હોય છે કે આખીય જિંદગી પસ્તાવાનો વખત આવે. આવા અનેક બનાવો અત્યાર સુધી માં સામે આવ્યા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં સગીરવયના કિશોરને પ્રેમ સબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પિતાને પ્રેમ સબંધનું જાણ થઈ જતાં તેણે સગીરને ફોન પર ધાક ધમકી આપતા સગીરે ડરના કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય સગીરને તેની જ ઉંમરની એક સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે મોબાઈલથી પણ વાતચીત થઈ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે આ પ્રેમ સબંધની જાણ સગીરાના પિતા ને થઈ જતા તેણે સગીરને ફોન કરીને તેમજ અન્ય રીતે ધાક ધમકી આપી હતી. અને આ પ્રેમ સબંધ નહિ રાખવા માટે ધમકાવ્યો હતો. જેથી સગીર કિશોરએ ડરના કારણે તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જે અંગેની જાણ પરિવારજનોને થતાં જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવી હતી.