Corona cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાનું આ છે મૂળ કારણ, જાણો શું કહી રહ્યાં છે તબીબી નિષ્ણાત
અમદાવાદ: કોરોનાના કેસના આંકડા તો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આ કેસ પર કાબુ કેવી રીતે મેળવવો તેની મથામણ તો આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. પરંતુ કેસ કેમ વધી રહ્યા છે તેના કારણો પણ જાણવાની જરૂર છે. કોરોનાના રોકેટ ગતિથી કેસમાં ઉછાળો આવવા પાછળનું મુળ કારણ કોરન્ટીનના નિયમોનું યોગ્ય પાલન ન થતુ હોવાનું ડોકટર્સ માની રહ્યા છે. અત્યારે અંદાજે 80 ટકા દર્દીઓ અને તેઓના પરિવારજનો પરિવારમાં કોરોનાનો કેસ આવ્યા પછી કોરન્ટીન નિયમનું પાલન કરતા નથી તેવું ડૉક્ટર્સ જણાવી રહ્યા છે.
ઉત્તરાયણનો તહેવાર બાદ એકાએક કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. રાજ્યમાં રોજ અંદાજે 20 હજારથી વધુ કેસ કોરોનાના નોંધાઇ રહ્યા છે. જોકે કોરોનાની આ લહેર પાછળ લોકોનું બેદરકારી ભર્યું બીહેવીયર જ જવાબદાર છે. તહેવાર ભલે પત્યો પણ હજુ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે અને આ સામાજિક મેળાવડાઓમાં નિયમો નેવે મુકાઈ જ રહ્યા છે. છતાં ગત 7 જાન્યુઆરીથી કેસ આવવાની શરૂઆત અને 14 જાન્યુઆરી બાદ વધારો થયો.