गुजरात

સાબરકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા તેમજ તાલુકામાં હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી

Anil Makwana

સાબરકાંઠા

રીપોટર – નટવરભાઈ પરમાર

હિંમતનગર મુકામે આમ આદમી પાર્ટીની સંગઠનની મિટિંગ પ્રદેશ સંગઠન સચિવ અને સાબરકાંઠા જિલ્લા પ્રભારીશ્રી રમેશભાઇ નાભાણીની અધ્યક્ષતામા રાખવામાં આવીં જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી કરશનભાઇ પટેલ,મહામંત્રી શ્રી ફારૂકભાઈ ખાણુંસિયા, ઉપ પ્રમુખશ્રી, વિઠ્ઠલભાઈ વણકર, અને મહેશભાઈ મકવાણા એડવોકેટ શ્રી, રાજેન્દ્રભાઇ પટેલ,ખેડબ્રહ્મા પ્રમુખશ્રી નિકુંજ જોશી ,સિરિસભાઈ ત્રિવેદી,રમણલાલ પટેલ, જિલ્લા મહિલા પ્રમુખ શ્રી કૈલાસબેન પટેલ, મહેશભાઈ વણકર , તેમજ તલોદ,પોસીના, વિજયનગર ,પ્રતિજ તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, ઇડર શહેર પ્રમુખ તરીકે નિકેતનભાઈ બારોટની સર્વાનુમતે વરણી કરવામાં આવી સાથે સાથે હિંમતનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટશ્રી મહેસભાઈ મકવાણા ,વરુણકુમાર પરમાર અને ભાવેશ કુમાર પરમાર તેમના ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા જેઓને સર્વાનુમતે લીગલસેલ કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમજ તલોદ તાલુકામાંથી સુરેશભાઈ પટેલ જેઓ ભારતીય જન પરિષદ નું જિલ્લા પ્રમુખ પદ છોડી મોટી સંખ્યામાં યુવાનો સાથે આમઆદમી પાર્ટી માં જોડાયેલા જેમને હિંમતનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી, તેમજ નીનામા કુસુમબેન ને વિજયનગર ના મહિલા સેલ પ્રમુખ, વિજયનગર યુવા પ્રમુખ તરીકે અજય મેનિયા, વાઘેલા રાકેશ ભાઈ ને જિલ્લા મજદૂર સંઘ ના પ્રમુખ ની નિમણૂંક કરી તે સિવાય મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા..

આજે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણીએ જણાવેલું કે સંગઠન એજ પાર્ટીની ધરોહર છે. જેથી પાર્ટીના સંગઠન બાબતે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી કાર્યકર્તાઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ સીટો ઉપરથી યુવા અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો ઉતારશે અને મજબૂતાઈથી લડશે .જેથી તમામ કાર્યકર્તાઓને તન મન ધનથી કામે લાગી જવા હાકલ કરી હતી આવનાર સમયમાં આમ આદમી પાર્ટી માત્ર કામની રાજનીતિ કરશે.

જિલ્લા પ્રમુખ શ્રી કરશનભાઇ પટેલે તમામ કાર્યકર્તાઓને ,યુવાનોને પાર્ટીમાં જોડાઈ કામની રાજનીતિમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.સાબરકાંઠા જિલ્લા મહામંત્રી ફારૂકભાઈએ વિશ્વાસ અપાવતાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાઁ જ બાકી તમામ હોદ્દાઓ પર પદાધિકારીઓની  નિમણુંક કરવામાં આવશે અને સંગઠનને વધુને વધુ મજબૂત કરવામાં  આવશે.

Related Articles

Back to top button