गुजरात

રાજકોટ : સંબંધોની હત્યા! પુત્રએ પિતાના માથે બોથડ પદાર્થનો ઘા ઝીંક્યો, વૃદ્ધ બાપનું મોત

રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં જ હત્યાનો બીજો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યાની બનેલ બીજી ઘટનામાં પણ આરોપી કોઈ અજાણી વ્યક્તિ નહીં પરંતુ પરિચિત તેમજ લોહીના સંબંધ ધરાવનારી હોવાનું સામે આવ્યું છે. આમ, લોહીના સંબંધ ધરાવનારી વ્યક્તિ એ જ લોહી વહાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રૈયા ગામ વિસ્તારમાં રહેતા ઇમરાન તાયાણી નામના પુત્રએ માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકી પોતાના જ પિતા ફિરોઝભાઈ તાયાણીની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ પિતા સાથે જામનગર લગ્ન પ્રસંગ અર્થે જવા બાબતે પુત્રએ પિતા સાથે બોલાચાલી કરી હતી.

જે બોલાચાલી માં પુત્ર ઉશેરાઈ જતા પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંક્યો હતો. જેના કારણે પિતા ફિરોઝભાઇ તાયાણીને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર દોડી ગયેલા પોલીસ કાફલાએ જરૂરી નિવેદન નોંધી પંચનામા ની કાર્યવાહી પણ હાથ ધરી હતી. તો બીજી તરફ સારવાર દરમિયાન ફીરોઝભાઈ તાયાણી નું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

Related Articles

Back to top button