गुजरात

બોરસદના ઠક્કર ખમણ હાઉસની પરિણીતાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ખુલ્યો ભેદ, સાસરિયા શંકાના ઘેરામાં

બોરસદ: શહેરમાં ઠક્કર ખમણ હાઉસ નામે ધીકતો ધંધો ધરાવતા પરિવારની પરિણીતાનુ ગતરોજ બપોરના સમયે બાથરૂમમાં  શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા. પરિણીતાના પિયર પક્ષના લોકોએ શંકા વ્યક્ત કરતાં મૃતદેહનું પોસ્ટમર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઠક્કર ખમણ હાઉસથી પ્રખ્યાત એવા અમિત ઠક્કર બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. જેના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે પરિણીતાનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું.

Related Articles

Back to top button