गुजरात

સાચવજો! આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, કાલથી આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી

અમદાવાદ : જ્યારથી શિયાળાની શરૂઆત થઇ છે ત્યારથી થોડા થોડા દિવસે રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે ફરીથી વાતાવરણ પલટાવવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 21 અને 22 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્નસની અસ૨ હેઠળ કમોસમી વ૨સાદ પડી શકે છે. જેના કા૨ણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદી સીસ્ટમ ઉપરાઉપરી સક્રિય થઈ રહી છે. ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવવાની શરૂઆત કચ્છથી થશે.

ઉત્તર-પશ્ચિમ ભારત પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે જેના કારણે ગુજરાતમાં ‘વિન્ટર ડિસ્ટર્બન્સ’ સર્જાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 21ના રોજ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની વકી જાહેર કરવામાં આવી છે.

જયારે 22મી તારીખે, શનિવારે આ માવઠાંનું હવામાન પૂર્વ તરફ ખસીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની, ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના કારણે માછીમારોને તા. 21, 22 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Related Articles

Back to top button