અમદાવાદમમાં વાઈફ સ્વેપિંગ! પતિએ પત્નીને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે સેક્સ કરવા કહ્યું, પછી?

અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને જેઠ માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ અને જેઠે આ મહિલાને વાઈફ સ્વેપિંગ કરવાનું પણ કહ્યું હતું. પતિએ પત્નીને સ્પષ્ટ કહ્યું હતું કે, તેને તેના જેઠ સાથે સેક્સ કરવાનું અને તે તેની ભાભી સાથે સેક્સ કરશે. પરંતુ મહિલાએ આ બાબતે મનાઈ કરતાં તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. એટલું જ નહીં આ મહિલા પાસે વધુ દહેજ પણ માગવામાં આવતું હતું. જ્યારે આ મહિલાનો જેઠ બદ ઈરાદાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મહેસાણા જિલ્લામાં આવેલા એક ગામની 34 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009માં ચાણક્યપુરી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ મહિલાને સંતાનમાં બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે. લગ્ન વખતે આ મહિલાના પતિએ અને તેના ભાઈએ મહિલાના માતા-પિતા સાથે પૈસાની માગણી કરતાં મહિલાના માતા પિતાએ લગ્ન વખતે પૈસા આપ્યા હતા. લગ્ન બાદ આ મહિલાનો પતિ બેકાર હતો તે સમયે મહિલાનો પતિ, જેઠ અને નણંદ કહેતા કે, પરણીને આવી છે તો બધાને કમાઈને તારે ખવડાવવું પડશે અને તારા ઘરેથી હજુ પણ પૈસા લાવવા પડશે એમ કહી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી આ મહિલાએ પહેલા પોલિટેક્નિક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી હતી.