અમદાવાદ કરતાં સુરતમાં વધ્યા કોરોના કેસ, રાજ્યમાં 10019 નવાં કેસ
રાજ્યમાં નવાં વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને 10 હજાર નવા કેસ આવ્યા છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે 11 હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10019 નવા કેસ નોંધાયા છે અને 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 3,259 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,164 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાકાળના કુલ પોઝિટિવ કેસનો આંકડો 9 લાખને પાર થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 55 હજારને પાર થયો છે. 55798 એક્ટિવ કેસ થયા છે. નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત નોઁધાયા છે.
કોરોનાકાળમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 3259 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત બાદ બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં 3000 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 3200થી વધુ કેસ નોંધાયા છે.
55798 એક્ટિવ કેસ અને 54 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 06 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 144 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 971 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 55 હજાર 798 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 55 હજાર 774 દર્દીની હાલત સ્થિર છે.