વડોદરા સ્વીટી પટેલ હત્યાકાંડઃ અસ્થિમાંથી DNA મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નિષ્ફળતા મળી
વડોદરાઃ કરજણ ખાતેનો સ્વીટી પટેલ હત્યાકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય એસ.ઓ.જી પી.આઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવી દીધો હતો. સ્વીટીના અસ્થિમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નિષ્ફળતા મળી છે. આ અસ્થિઓ વધુ તપાસ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( FBI ) ને મોકલવાનો ડીસીબી ક્રાઈમે નિર્ણય કર્યો છે.
સ્વીટી પટેલના અસ્થિ અમેરિકા મોકલવા કોર્ટની મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 5 જૂનના રોજ પી.આઈ. અજય દેસાઈએ પત્ની સ્વીટીનું ગળું દબાવી ડેડ બોડી પોતાની કારમાં લઈ જઈ અટાલી ગામે સળગાવી દીધી હતી.
ભાવનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારની યુવતીને લલચાવી ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા માટે ભગાડી જવામાં આવી હતી. આ અંગેની જાણ ડેપ્યુટી મેયર કુમાર શાહ દ્વારા ધારાસભ્ય વિભાવરીબેન દવેને કરાતા તેમણે તરત ભાવનગર પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરી હતી. પોલીસે યુવાનનું લોકેશન ટ્રેસ કરતા હૈદરાબાદ હોવાનું જાણવા મળેલ.
ભાવનગર પોલીસ અન્ય એક કેસની તપાસ માટે હૈદરાબાદ હતી. તેને લોકેશનની માહિતી આપતા યુવતીને ભગાડીને લઈ ગયેલ યુવાન ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તે લોકો વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવેલ અને વાસ્તવિકતા શું હતી તેની જાણ કરી હતી.