Panchmahal: જિલ્લામાં આજે કોરોના વાયરસનાં નવા 18 કેસ આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 50ને પાર
પંચમહાલ: હાલ કોરોના મહામારીનો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધરખમ કોરોના ના કેસ આવી રહ્યા છે ત્યારે આજરોજ જિલ્લા માં ૧૮ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
જિલ્લામાં ગતરોજ ૨૬ કેસ મળી આવ્યા હતાં, ગોધરા ની નર્સિંગ સ્કૂલ ની ૩ વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળતાં સ્કૂલની ૧૫૦ જેટલી વિદ્યાર્થીનીઓના સ્કેનીંગ અને કોરોના ટેસ્ટ કરવાની આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરાઇ હતી. જેમાંથી નર્સિંગ સ્કૂલ ની વધુ 14 વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ સંક્રમિત વિદ્યાર્થીનીઓને નર્સિંગ સ્કૂલ માં હોમ આઇસોલેશન માં રાખવામાં આવી છે. તેમજ આ વિદ્યાર્થીનીઓ સિવિલ હોસ્પિટલ પણ જતી હોવાથી કે પછી લોકલ સંક્રમણના લીધે કોરોના પોઝિટિવ આવી હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
જ્યારે ગતરોજ બુધવારે જિલ્લામાં ૨૬ કેસ નોંધાયા હતા તેથી 24 કલાક માં કોરોના ના કેસ ડબલ થઈ જતાં કોરોના નું લોકલ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ગતરોજ જિલ્લામાં કુલ ૨૬ કેસ જેમાંથી ગોધરા શહેરમાંથી 21, ગોધરા ગ્રામ્યમાં ૧ અને હાલોલ શહેરમાંથી ૪ કોરોના કેસ મળી આવ્યા છે.
તદુપરાંત આજરોજ જિલ્લા માં ૧૮ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ફરી ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં ગોધરા શહેરમાં 13, હાલોલ શહેરમાં ૩, તથા કાલોલ ખાતે ૧ કેસ પોઝિટિવ મળી આવ્યો છે. તેમજ ઘોઘંબા ગ્રામ્ય વિસ્તાર માં ૧ કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ જિલ્લામાં covid-19 પોઝિટિવ એક્ટિવ દર્દીઓ ની સંખ્યા 61 થઈ જવા પામી છે.