गुजरात

Daman News: કોરોના કેસ વધતા દમણની સ્કૂલોમાં આજથી ફરી ઓફલાઇન શિક્ષણ બંધ

દમણ: સંઘપ્રદેશ દમણમાં એક જ દિવસમાં 17 થી વધુ કોરોનાનાં કેસ આવતા તંત્ર દોડતું થઇ ગયુ હતું. અને દેશમાં વધતાં સંક્રમણનાં પ્રમાણને કાબૂમાં રાખવા કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જે મુજબ સલામતીનાં ભાગરૂપે પ્રદેશની ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓનાં ધોરણ 1 થી 8નાં વર્ગો અને આંગણવાડીઓને નવો આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનાં આદેશ છે.

આજથી દમણમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઇન શિક્ષણ શરૂ રહેશે. આમ દમણમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વધારે કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. અને પ્રદેશમાં તમામ જગ્યાઓએ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.

Related Articles

Back to top button